આદરણીય ડો. સાહેબ,અમારી મુશ્કેલ સમયમાં તમારી બધી મહેનત અને સપોર્ટ માટે ખૂબ ખૂબ આભાર....🙏 "ડોક્ટર, તમે અને તમારા સ્ટાફે એક લાંબી સારવાર સહન કરવાનું શક્ય બનાવ્યું. મારી અને પરિવારના સભ્યોએ ત્યાં કામ કરતા મહાન સ્ટાફ સાથે મિત્રતા કરી. મને હંમેશા એવું લાગતું હતું કે દરેકની સંભાળ હતી અને મને ક્યારેય ચિંતા નહોતી. કૃપા કરીને જાણો કે તમારી ખૂબ પ્રશંસા થાય છે અને તમે અને તમારા વિભાગે આપેલી વ્યાવસાયિક સંભાળ મેળવીને હું ધન્ય અનુભવું છું. ભગવાન દરેકને આશીર્વાદ આપે.
I was scared to know that my wife Mrs. Geeta was suffering from cancer but by the treatment of respected Dr. Dipen Patel, Ahmedabad, Zydus hospital ,now she is fully out of risk from such a serious disease. Now she is working smoothly all of our work routinely. On the base of curing our illness we have also recommended to Mr. Govind bhai solanki who was suffering from mouth cancer. He is also satisfied with your clinical work and treatments. Really our heartfelt thanks to you for your each and every time observation and after care too. Thanking you lots..
મારા પિતાનું નામ કિશોરભાઈ છે. મારા પિતા ને મોઢા ના કેન્સર નું ઓપરેશન હતું . ડૉ. દિપેન પટેલ એ મારા પિતાશ્રી નું ઓપેરશન કર્યું હતું. ડૉ. ના કહેવા પ્રમાણે અમે બધું જ ધ્યાન રાખ્યું હતું. બધી જ જાતની પરેજીઓ રાખી હતી. તેથી રિકવરી પણ સારી આવી ગઈ. અને અત્યારે ખોરાક પણ વ્યવસ્થિત લઇ શકે છે. અવાજ માં પણ કોઈ ફેરફાર થયો નથી. વોક હાર્ટ હોસ્પિટલ ના પ્રખ્યાત કેન્સર ના ડૉક્ટર એવા ડૉ. દિપેન પટેલ નું કામ અમને ખુબ જ ગમ્યું અને મારા પિતા ને રિકવરી પણ સારી આવી ગઈ. તેમ જ મારા પિતા દરરોજ કામ પણ કરવા લાગ્યા છે. ઓપેરશન છે છતાં પણ નબળાઈ લાગતી નથી. પહેલા જેવું જ કામ ધંધો કરી રહ્યા છે. આથી ડૉ. દિપેન પટેલ તેમજ તેમના સ્ટાફ ના બધા જ વ્યક્તિ, અમે તમારા આભારી છીએ . ડૉ. દિપેન પટેલ ના ખુબ ખુબ આભારી છીએ .
હું નિલેશ વેકરીયા . ગામ નાની કુંકાવાવ જિલ્લો અમરેલી. 20 મહિના પહેલા મારો કેન્સર રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રિપોર્ટ પોઝિટિવ આવતા હું બોવજ ટેન્શન માં આવી ગયો હતો. મારા મોઢા નું ઓપેરશન કરવું ફરજીયાત થઇ ગયું હતું. પછી મેં બોવ સર્વે કર્યું અને ઘણા દવાખાના અને ડૉક્ટર પાસે ગયો પરંતુ મને ડૉ. દિપેન પટેલ નું બોવ સારું કામ છે તેવું ઘણા પાસે થી જાણવા મળ્યું. પછી ડૉ. દિપેન પટેલ પાસે મેં મારુ ઓપેરશન કરવાનું નક્કી કર્યું ને તારીખ 14/03/2020 ના દિવસે મારુ ઓપેરશન કરાવ્યું. ને મારુ ઓપેરશન એટલું સક્સેસ થયું કે અત્યારે હું મારી લાઈફ પેલા ની જેમ જ જીવું છું. મારા મોઢા પર ઓપેરશન કરાવ્યું હોય તેવું લાગતું પણ નથી એટલું ફિનિશિંગ વાળું મારુ ઓપેરશન થયું છે.
ડૉ. દિપેન પટેલ મારા ભગવાન છે. તેમણે મને નવી જિંદગી આપી છે. હું દીપેન સાહેબ નો આભાર ક્યારેય નહિ ભૂલું .ભગવાન આવી બીમારી કોઈનેય ના આપે પણ કદાચ જો કોઈને આવું બને તો હું એક બીજી જિંદગી લેનાર વ્યક્તિ બોલું છું કે પહેલા ડૉ. દિપેન સાહેબ ની મુલાકાત લેજો. જો વધારે માહિતી અને અભિપ્રાય ની જરૂર પડે તો મારો આ મોબાઈલ નંબર 99139 90954 છે. મને ફોન કરી શકો.. આભાર...
આથી અભિપ્રાય લખી આપું છું કે હું વડિયા ગામ ના રહીશ જગદીશ ગુણવંતરાય શ્રીમાંકર, વૉક હાર્ટ હોસ્પિટલ માં ડૉ. દિપેન પટેલ સાહેબ પાસે દાઢ નું કૅન્સર નું બતાવેલ. જેમણે તા. 21/11/2018 ના રોજ મારું સફળતાપૂર્વક ઓપેરશન કરેલ. જેમાં આજ રોજ તા. 23\10\2021 ના 3 વર્ષ પૂર્ણ થતા ઓ.ટી.માં કરેલ. તેમાં કોઈપણ જાતની મને તકલીફ પડેલ નથી. 3 વર્ષ સુધી ડૉ. દિપેન પટેલ સાહેબ ની ટ્રીટમેન્ટ ખુબ જ સારી મળેલ છે. આ 3 વર્ષ માં મને કોઈપણ જાત ની તકલીફ પડેલ નથી. આજ સુધી સાહેબે ટ્રીટમેન્ટ સારી આપેલ છે આથી અમો ડૉ. દિપેન પટેલ સાહેબ ના ઋણી છીએ...
I would like to acknowledge you all the experience I had with Dr. Dipen Patel Jaws of Cancer Treatment at Zydus Hospital, Ahmedabad. Before I was detected and cured of Chin cancer in year 2006 by Dr. Nitin Toliya of Aishwarya hospital Rajkot. Then was fit till last year. Then in 2020 again I was detected by the jaws cancer of 4th stage.I was worried a lot.But by God's grace,I was referred to Dr. Dipen Patel by Nitin Toliya. Dr. Dipen Patel started treatment in January 2021 and operated my jaws and did plastic surgery fitting new jaws making from my leg bone and skin. At present I am fully cured with chemo therapy suggested by Doctor. I have no symptoms now of my disease. I am very grateful to God and Dr. Dipen Patel and obliged to Doctor for leasing me with new life.
મારું નામ રામસિંહ દયાતર છે, મારે મોઢાના કેન્સરનું ઓપરેશન તારીખ. ૩૦/૦૮/૨૦૧૭ ના રોજ ડો.દિપેન પટેલ સાહેબ એ કર્યું હતું. ડો.દિપેન પટેલ સાહેબ ના કહેવા પ્રમાણે મે બધું જ ધ્યાન રાખ્યું હતું, તથા બધી જ જાતની પરેજીઓ રાખી હતી, જેથી કરીને મને તબિયતમાં રિકવરી પણ ખૂબ સારી તથા જલદી આવી ગઈ હતી, અને મારે ઓપરેશન થયા ને ચાર વર્ષ કરતા વધારે સમય થઈ ગયેલ છે, શરીર માં કોઈ પણ જાતની નબળાઈ લાગતી નથી, અવાજ માં પણ કોઈજ ફેરફાર થયો નથી, ચહેરા માં પણ કોઈજ ફેરફાર થયો નથી, ખોરાક પણ વ્યવસ્થિત લઈ શકાય છે, હાલ હું પહેલા ની જેમ નોર્મલ જીવન જીવી રહ્યો છું, તથા પહેલા ની જેમ રૂટીન કામ-ધંધો કરી રહ્યો છું અને આજની તારીખ માં પણ ટેન્શન મુકત જીવન જીવી રહ્યો છું, ડો.દિપેન પટેલ સાહેબ નું કામ અમોને ખુબ જ ગમ્યું.
આથી ડો. દિપેન પટેલ સાહેબ નાં અમો સહ પરિવાર ખુબ ખુબ આભારી છીએ.
Thank you so much Sir for giving me new life...